ગાંધીધામમાં શાળાના બાળકોને ટ્રાફિક નિયમનની સમજ અપાઈ

ગાંધીધામમાં શાળાના બાળકોને ટ્રાફિક નિયમનની સમજ અપાઈ ગાંધીધામમાં શાળાના બાળકોને ટ્રાફિક નિયમનની સમજ અપાઈ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ટ્રાફિક નિયમન કરવા તેમજ વાહન અકસ્માત નિવારવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ ગાંધીધામ સીટી ટ્રાફિક ઇન્ચાર્જ પો.સ.ઈ. ડીજે પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા ગુરુકુળ સ્કૂલ ગાંધીધામના બાળકો અને સ્કુલના શિક્ષકગણ સાથે બાળકોને ટ્રાફિક નિયમ, નિયમ ભંગ બદલ કરવામાં આવતી કાર્યવાહીની સમજ તેમજ ટ્રાફિક નિયમન કેવીરીતે કરવુ તેની સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત વાહનમાં હેલ્મેટ/સીટબેલ્ટ પહેરવું, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરવો,પાર્કિંગના નિયમોનું પાલન કરવું, માન્ય નંબર પ્લેટ રાખવી,વાહનના જરૂરી ડોક્યુમેન્ટ સરકાર દ્વારા માન્ય Digi Locker તથા યોગ્ય એપ્લીકેશનમાં રાખવા, વગેરે નિયમોથી અવગત કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ ટ્રાફિક નિયમોના ભંગ બદલ થતા નુકશાન(અકસ્માત) અંગેની પણ વિગતવાર માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા જેમાં આશરે 200 જેટલા વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *