₹1000 કરોડનો ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ:સુરતમાં ઓનલાઇન ગેમિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપાયું

₹1000 કરોડનો ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ:સુરતમાં ઓનલાઇન ગેમિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપાયું ₹1000 કરોડનો ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ:સુરતમાં ઓનલાઇન ગેમિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપાયું

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શહેરમાંથી શરૂ થયેલું ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ હવે ₹1000 કરોડથી વધુનો આકાર લઈ ચૂક્યું છે. સ્કેન્ડલમાં cricket, football, tennis અને casino જેવી આંતરરાષ્ટ્રીય મેચો પર 24×7 લાઈવ સટ્ટા રમાડતી માફિયા મશીનરીઓનું એક જૂથ ઝડપાયું છે. સુરત SOG દ્વારા તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

ડબ્બા ટ્રેડિંગ + ઓનલાઇન ગેમિંગ = મલ્ટિ-ક્રાઇમ નેટવર્ક

Advertisements

આ કૌભાંડમાં ‘Castilo 9’ અને ‘Stock Grow’ જેવી અનધિકૃત સોફ્ટવેર પ્લેટફોર્મ્સ દ્વારા શૅર્સનું જાળવણી વિનાનું ટ્રેડિંગ કરવામાં આવતું હતું. તેમાં બદનામ ‘BetFair’, ‘NexonExch’, ‘PavanExch’ જેવી બેટિંગ વેબસાઇટ્સનો ઉપયોગ કરી ગેરકાયદે ઇન્ટરનેશનલ રમતગમત અને કસિનો પર સટ્ટો ચલાવવામાં આવતો.

કોડવર્ડ, બ્લેક મની અને ફોલ્સ પ્રમિસિસ…

આરોપીઓ લોકોને “ટેક્સ ફ્રી નફો” અને “શૂન્ય નુકસાન”ના લોભ આપી આ ડબ્બા ટ્રેડિંગમાં ખેંચતા હતા. 250થી વધુ વ્યક્તિઓને ફેક આઈડીથી પ્લેટફોર્મ પર એક્ટિવ કરવામાં આવ્યા હતા. દરેક માટે કોડવર્ડ બનાવવામાં આવતાં જેથી ઓળખ છૂપાઈ રહે.

SOGએ ફ્રીઝ કરેલા 40 એકાઉન્ટમાંથી રૂ. 30.94 કરોડની લેણદેણ નોંધાઈ

હાલ સુધીમાં SOG દ્વારા 8 આરોપીઓની ધરપકડ થઈ છે અને 40 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આરોપીઓમાં નંદલાલ ગેવરિયા, વિશાલ ગેવરિયા, જયદીપ પીપળીયા સહિતના નામો સામેલ છે. સટ્ટાની આ ભયંકર સર્કિટ ‘સનરાઈઝ ડેવલપર્સ’ નામની ઓફિસમાંથી ઓપરેટ થતી હતી.

હજી અનેક મોટાં માથાં સુધી પહોંચવાનું બાકી: SOGની તપાસ ચાલુ

Advertisements

આ સમગ્ર કૌભાંડ માત્ર આટલા નામોથી પૂરતું નથી. SOGની આંતરિક તપાસ ongoing છે અને વધુ સંડોવાયેલા મોટા રાજકીય કે આર્થિક તત્વોની સંડોવણી બહાર આવવાની આશંકા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment