અમદાવાદ શહેરમાં 45 દિવસમાં 100 લોકોએ જીવન ટૂંકાવ્યું,સચ્ચું કારણ જાણી ચોંકી જશો!

અમદાવાદ શહેરમાં 45 દિવસમાં 100 લોકોએ જીવન ટૂંકાવ્યું,સચ્ચું કારણ જાણી ચોંકી જશો! અમદાવાદ શહેરમાં 45 દિવસમાં 100 લોકોએ જીવન ટૂંકાવ્યું,સચ્ચું કારણ જાણી ચોંકી જશો!

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શહેરમાં માનસિક તણાવ અને સંબંધોની તિરાડના કારણે લોકો આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલથી 15 મે સુધીના માત્ર 45 દિવસના ગાળામાં શહેરમાં કુલ 100 વ્યક્તિઓએ આપઘાત કર્યા છે. આ આંકડો ચોંકાવનારો છે અને દરરોજ સરેરાશ બેથી વધુ લોકો જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ રહ્યા છે.

આ 100 કેસોમાં 13 પુરુષો, 35 મહિલાઓ અને 1 સગીર શામેલ છે. આથી સ્પષ્ટ થાય છે કે આત્મહત્યાની પ્રવૃતિ માત્ર પુરૂષો સુધી મર્યાદિત નથી રહી. પરિવાર, નોકરી, પ્રેમ, લોન, બીમારી, નશા અને સામાજિક દબાણ જેવા અનેક કારણો પાછળ આ કાળા પગલાં ભરી રહ્યા છે.

તાજેતરમાં બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષ અને દિલ્હીના બિઝનેસમેન પુનિત ખુરાનાની આત્મહત્યાએ દેશવ્યાપી ચર્ચા જગાવી હતી. બંનેએ પોતાની પત્નીઓ સાથેના મનદુ:ખથી આ નિર્ણય લીધા હોવાનું અનુમાન છે. નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલે પણ પતિના લગ્નેત્તર સંબંધોથી કંટાળી પોતાને જીવથી વિમુક્ત કરી દીધા હતા.

એનસીઆરબીના (National Crime Records Bureau) તાજા આંકડા મુજબ દેશભરમાં થતા કુલ આપઘાતોમાંથી 32.4% કેસ પરિવારીક તણાવના કારણે થાય છે. એટલે કે દરેક ત્રીજા આત્મહત્યાના કેસ પાછળ પરિવાર સાથેના તણાવનું કારણે હોય છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારો માનસિક આરોગ્ય માટે જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને કાઉન્સેલિંગ કેન્દ્રો ચલાવે છે, છતાં આત્મહત્યાના કેસોમાં કમી જોવા મળતી નથી. નશાનું વ્યસન, અભ્યાસના દબાણ, પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા અને કરિયરમાં ખોટા દિશામાં જતા યુવાઓ પણ મોટી સંખ્યામાં આ નિર્ણય લઈ રહ્યા છે.

જેમ જેમ સમાજ આગળ વધી રહ્યો છે તેમ તેમ સંબંધોનો ખોખલાપણો વધી રહ્યો છે. હકીકત એ છે કે, જીવનની દરેક મુશ્કેલીનો ઉકેલ શક્ય છે, જરૂર છે માત્ર ખુલ્લા મનથી વાત કરવાનો અને મદદ લેવાનો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *