વેકેશનના સમય ગાળામાં જ ગાંધીધામ ભાગલપુર ટ્રેનની ૧૨ ટ્રીપ રદ

વેકેશનના સમય ગાળામાં જ ગાંધીધામ ભાગલપુર ટ્રેનની ૧૨ ટ્રીપ રદ વેકેશનના સમય ગાળામાં જ ગાંધીધામ ભાગલપુર ટ્રેનની ૧૨ ટ્રીપ રદ

ગાંધીધામ ટુડે, ન્યુઝ : વેકશનના સમય ગાળામાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ખાસ વધારાની ટ્રેનો દોડાવાય છે પરંતુ ઉત્તર પ્રદેશમાં એન્જીનીયરીંગ બ્લોકના કારણે કચ્છની બીહાર વચ્ચે દોડતી ટ્રેનની માર્ચમાં બે અને એપ્રીલમાં ચાર સહીત કુલ ૧૨ ટ્રીપ રદ કરી દેવાતા શ્રમિક પરિવારો ભારે મુશકેલીમાં મુકાશે. આ ટ્રેનની ટીકીટ રદ કરાતા લગ્ન પ્રસંગમાં આગોતરૂ બુકીંગ કરાવનારા વિમાસણમાં મુકાયા છે. રેલવે દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કાનપુર સેન્ટ્રલ અને લખનૌ એશબગ સેકશનમાં બ્રીજ નંબર ૧૧૦ ઉપર એન્જીનીયરીંગ કામગીરી માટે ટ્રાફીક અને પાવર બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણ અમદાવાદ થઈને પસાર થતી બિહાર તરફ જતી ટ્રેનોના આવાગમનને અસર પહોંચી છે. ગાંધીધામ ભાગલપુર (૦૯૪૫૧) માર્ચ મહીનામાં તા.૨૧, તા.૨૮ અને એપ્રિલ મહીનામાં તા. ૪, તા.૧૧, તા.૧૮, અને તા.૨૫ના ગાંધીધામથી નહી ઉપડે અને ભાગલપુર ગાંધીધામ (૦૯૪૫૨) માર્ચમાં તા.૨૪ અને તા.૩૧ના અને એપ્રીલમાં તા.૭, તા.૧૪, તા.૨૧, અને તા.૨૮ના ભાગલપુરથી નહી ઉપડે. આ ઉપરાંત બિહારને જાેડતી અમદાવાદ દરભંગા એકસપ્રેસની પણ એટલી જ ટ્રીપ રદ કરવામાં આવી છે. એપ્રિલ અને મે મહીનામાં બીહારમાં વ્યાપક લગ્ન પ્રસંગો છે. કચ્છમાં વસવાટ કરતા અનેક પરિવારોએ બે મહીના પહેલા જ ટીકીટ બુક કરાવી હતી હવે આ સાથે તમામ ટ્રેન રદ થતા સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ભાગલપુર ઉપરાંત બિહારને જાેડતી બે ટ્રેનો ગાંધીધામથી છે ગાંધીધામ હાવડા અને ગાંધીધામ કામાખ્યા આ બન્ને ટ્રેનોમાં પણ કયાંય ટીકીટ નથી મળતી અને અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં પણ એવી જ પરિસ્થિતિ છે. આ બાબતે રજુઆત કરવાની તૈયારી ચાલતી હોવાના અહેવાલો સાંપડયા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *