રાજ્યમાં 1315 ટ્રાફિક કોન્સ્ટેબલની સીધી ભરતી કરાશે

આધારના ભરોસે ઘૂસણખોરી!બાંગ્લાદેશી આરોપીઓ માટે હાઈકોર્ટનો આદેશ આધારના ભરોસે ઘૂસણખોરી!બાંગ્લાદેશી આરોપીઓ માટે હાઈકોર્ટનો આદેશ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આગામી સમયમાં 1315 ટ્રાફિક કોન્સ્ટેબલની સીધી ભરતી કરવામાં આવશે. આ પૈકી, અમદાવાદ શહેરને 200 નવા ટ્રાફિક કોન્સ્ટેબલ મળશે.

આ ભરતીનો નિર્ણય સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જોકે, વર્તમાનમાં પોલીસ દળમાં કુલ 11,000 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, તેમ છતાં હાઈકોર્ટે રાજ્યની વધતી વસ્તી સામે પોલીસની જરૂરિયાતનું વિશ્લેષણ કરવા પર ભાર મૂક્યો છે. કોર્ટે ગૃહ વિભાગના સેક્રેટરીને આ મુદ્દે નવેમ્બર મહિનામાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

Advertisements

ટ્રાફિક પોલીસ માટે અલગ કેડર નથી

Advertisements

સુનાવણી દરમિયાન એ પણ સ્પષ્ટ થયું કે ગુજરાતમાં ટ્રાફિક પોલીસ માટે કોઈ અલગ કેડર નથી. હાલમાં, ટ્રાફિક વિભાગમાં બિનહથિયારધારી પોલીસકર્મીઓને રોટેશનના આધારે મૂકવામાં આવે છે. આ મુદ્દે હાઈકોર્ટે પોલીસ ભરતી બોર્ડને રોટેશન પોલિસી અંગે નિર્ણય લેવા જણાવ્યું છે. આ નવી ભરતી ટૂંકા અને મધ્યમ ગાળાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરાઈ રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment