ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ તારીખ 12/2/25 રોજ સાંજના અરસામાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનથી 181 પર કોલ કરી કિશોરીના કાઉન્સેલિંગ માટે 181 મહિલા હેલ્પલાઇન ટીમ બોલાવતા મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર બારડ નિરૂપા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ.
પીડીત કિશોરીનું કાઉન્સિલિંગ કરતા એ તેમનું નામ સંગીતાબેન શર્મા ( નામ અને સ્થળ બદલાવેલ છે) જણાવેલ. પીડીતા યુપી રહે છે. પીડિતાના માતા-પિતા પીડીતાને નાની નાની બાબતે ત્રાસ આપતા હોય તેથી પીડિતા તારીખ 9/2/25 ના રોજ ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલ.
જેથી પીડિતાનું કાઉન્સિલિંગ કરતા પીડીતા તેમના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા 181 મહિલા હેલ્પલાઇન ટીમ તેમજ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન સી ટીમ સંકલનમાં રહી પીડીતાના રહેઠાણના વિસ્તારના પોલીસ સ્ટેશન પીડિતાની માહિતી આપતા જાણવા મળ્યું પીડિતા આ ત્રીજી વખત ઘરે કોઈને જાણ વગર ઘરેથી નીકળી ગયેલ. પીડિતાની કોઈ ગુમ નોંધ થયેલ ન હતી.
પીડિતાના માતાનું ફોન પર કાઉન્સિલિંગ કરતા પીડીતાના માતા પીડિતાને ચાર દિવસમાં લેવા જણાવતા પીડીતાને માતા લેવા માટે ન આવે ત્યાં સુધી આશ્રય તથા આગળ વધારે કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા આશ્રય અપાવેલ.
તમામ માતા પિતાને જણાવવાનું બાળકનું મિત્ર બનીને રહો જેથી કરીને બાળક તેમની સારી અને ખરાબ બધી જ વાત કરી શકે આ કિશોરી સાથે કોઈપણ એવી ઘટના બને તે પહેલા 181 મહિલા હેલ્પલાઇન ટીમ અને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન સી ટીમ પીડિતાને રેસ્ક્યુ કરેલ. પીડિતા સહી સલામત હોય એવો કોલ પીડીતાના માતાને જતા પીડીતાના માતાએ હાશકારો લીધો અને 181 ટીમનો આભાર માન્યો હતો.