ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ તારીખ 24-2-2025ના રોજ બપોરના અરસામાં એક જાગૃત નાગરિકે કોલ કરી 181 મહિલા હેલ્પલાઇનમાં જણાવેલ એક મહિલા આશરે 10:00 વાગ્યાના અરસાથી આમતેમ ભટકી રહ્યા છે, જેથી 181 ટીમના કાઉન્સિલર બારડ નિરૂપા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ. પીડિત મહિલા ખૂબ જ ડરી ગયેલા હોવાથી મહિલા હેલ્પલાઇન ટીમએ પીડિતાને આશ્વાસન આપી શાંત કરી પીડિતાનું કાઉન્સેલિંગ કરતા પીડીતાએ તેમનું નામ મનિષાબેન જણાવેલ (નામ અને સ્થળ બદલાવેલ છે)
પીડિતા બનાસકાંઠા જણાવતા હોય અને બીજી કોઈ માહિતી આપી રહ્યા ન હોય અને પીડિતાના પર્સમાંથી એક કોન્ટેક નંબર મળતા તે નંબર પર કોલ કરી પીડિતાના પરિવારનો નંબર મેળવી પીડિતાના પરિવારને પીડિતાની જાણ કરતા પીડીતાના પરિવારે જણાવ્યું કે અમો થોડા સમયથી જ મજૂરી કામ માટે આદિપુરમાં આવેલ. આજ રોજ મનિષાબેન બજારમાં ચીજ વસ્તુ લેવા માટે ગયેલ અને સવારથી ઘરેથી ગયેલ પરત ઘરે ન આવતા અમો મનીષાબેનની શોધખોળ કરી રહ્યા હતા ખૂબ જ ચિંતામાં હતા પરંતુ મનિષાબેન સહી સલામત મળતા અમને હાશકારો થયો છે. 181 મહિલા હેલ્પલાઇન ટીમ એ પીડીતાબેન ને સહી સલામત ગણતરીને મિનિટોમાં જ તેમના પરિવારને સોંપેલ.