ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતના પોલીસ વિભાગમાં બઢતી અને બદલી દોર જાેવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ૨૬૧ જેટલા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ સબ ઈન્સ્પેકટરના પ્રમોશન મળ્યાં છે. કુલ ૨૬૧ એએસઆઈની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે, પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) (વર્ગ-૩) સંવર્ગની ખાતાકીય બઢતી પરીક્ષામાં ભાગ લેવા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે પીટીશનરોની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

રાજ્યના ૨૬૧ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) ના ભરતી નિયમો નિયત કરવામાં આવ્યા હતા જેમાં કરાયેલી જાેગવાઇ મુજબ બિન હથિયારી એ.એસ.આઈ સંવર્ગમાં બઢતીના નિયત થયેલ રેશીયો મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) મોડ-૩ (વર્ગ-૩) ના ફાળે ૩૫% જગ્યાઓ માટે ૨૬૧ એ.એસ.આઈને પ્રમોશન આપી પી.એસ.આઈ બનાવવામાં આવ્યા છે.આ માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને ખાતાકીય બઢતી પરીક્ષાના પરીણામ આવ્યા બાદ આ અધિકારીઓને બઢતીના હુકમ કરવામાં આવ્યા છે.

પૂર્વ કચ્છ ગાંધીધામમાં ફરજ બજાવતા બરાડીયા રીનલ મ્યાજરભાઈને રાજકોટ શહેર, ઝાલા સિધ્ધરાજસિંહ અશોકસિંહને અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. તો જામનગર ખાતે ફરજ બજાવતા જાેશી ધારાબેન જિતેન્દ્રભાઈ, ડુવા રાજસીભાઈ માંડણભાઈ, નારીયા ર્કિતીબેન કાનજીભાઈ, ચાવડા હિતેશ મેરામણભાઈ, રાજકોટ શહેર ખાતે ફરજ બજાવતા ખાંભલા દિનેશભાઈ વીરાભાઈ તથા અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા ગોહિલ ધર્મદિપસિંહ ચંદુભાની બદલી કરી પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે મુકવામાં આવ્યા છે.





