- 15 દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા આદેશ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે આદિપુરના છ વાળી વિસ્તારમાં રોડની પહોળાઈમાં થયેલા દબાણોને દૂર કરવા માટે માર્કિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત 40 દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં તેમને 15 દિવસની અંદર સ્વેચ્છાએ દબાણ દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં દબાણ હટાવવામાં નહીં આવે, તો દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાની સઘન કામગીરી
ગાંધીધામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈની સૂચના અને ડેપ્યુટી કમિશનર શ્રી રામાનુજના માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. શહેરના વિકાસ અને સુચારુ વાહનવ્યવહાર માટે રોડ પરના દબાણો દૂર કરવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેથી નાગરિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર કરી શકાય.

કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ
આ નોટિસ આપવાની કામગીરીમાં Er. મનોજ ટિકિયાણી (GDA), Er. ભગવાન ગિરિયાણી (SRC), ATPO કિંજલ કટુવા (GDMC), EI. ગાયત્રીપ્રસાદ જોષી (GDMC), લક્ષ્મણ બુચિયા (GDMC), વિનોદ માતંગ અને જીતુ દેવરિયા સહિતના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને સુવ્યવસ્થા જાળવવા માટે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.