- ગુજરાતની જળસીમા પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
- છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 484 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
- ATS એ તેનાં ઓપરેશન હેઠળ રૂ. 484 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
- વિધાનસભાનાં પ્રશ્નોતરીકાળ દરમિયાન આ વિગતો બહાર આવી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછાયેલા સવાલના જવાબમાં મહત્ત્વની વિગતો સામે આવી છે. જે અનુસાર ગુજરાતની જળસીમા પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. છેલ્લા બે વર્ષમાં 484 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી આપવામાં આવી છે. જ્યારે ATS નાં ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરિકની ધરપકડ પણ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મહત્ત્વની વિગતો બહાર આવી છે. ગુજરાતની જળસીમા પરથી છેલ્લા બે વર્ષમાં 484 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. ATS દ્વારા સઘન કાર્યવાહી કરીને રૂ. 484 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે એટીએસએ તેનાં ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરિકની ધરપકડ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

વિધાનસભામાં સરકાર દ્વારા આપેલી માહિતી મુજબ, વર્ષ 2023 માં રૂ. 422 કરોડનાં મૂલ્યનું 60 કિલો મેથોમ્ફેટામાઇન ઝડપાયું હતું, જ્યારે વર્ષ 2024 માં 62 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું 173 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતનાં દરિયા કાંઠે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા બાઝ નજર રાખવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયાકાંઠો હોટ ફેવરેટ છે. જ્યારે ગુજરાતની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ ડ્રગ્સ માફિયાઓના મનસૂબા સામે હંમેશા લડત આપી રહી છે.