ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી જિલ્લામાં જુગારની બદીને ડામવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત, પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાની આગેવાની હેઠળ એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
દરમિયાન, એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, લક્ષ્મી ટોકીઝ પાછળ આવેલા કોળીવાસમાં ખોડિયાર માતાજીના મંદિરની સામેની શેરીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડી સાત ઈસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા ઈસમોના નામ:
૧. હુશેનશા મામદશા મીઠુશા બાવા (ઉ.વ. ૫૯)
૨. જમનશા મામદશા જમનશા શેખ (ઉ.વ. ૩૦)
૩. જયરામ તુલસીભાઈ ઘીંગાભાઈ કોળી (સુરાણી) (ઉ.વ. ૪૪)
૪. કરીમમામદ ફડીરમામદ કારા ખલીફા (ઉ.વ. ૪૦)
૫. મામદરીઝવાન અમીલશા ફકીરમામદ શેખ (ઉ.વ. ૧૯)
૬. પુરબાઈ કરશનભાઈ ગઢવી (ઉ.વ. ૫૫)
૭. શરીફાબાઈ કાસમશા શેખ (ઉ.વ. ૫૬)
પોલીસે ઘટનાસ્થળેથી કુલ ₹૯૬,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં ₹૨૫,૮૫૦ રોકડા, ₹૭૧,૦૦૦ની કિંમતના ૫ મોબાઈલ ફોન અને ગંજીપાનાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને વધુ તપાસ માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.