વડોદરા: શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. 70 વર્ષીય ઉમેશભાઈ (નિવાસી – રાજારામ સોસાયટી) રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઇજા થઈ હતી, અને સારવાર દરમિયાન તેમનું દુખદ અવસાન થયું.
આ અકસ્માતના થોડા કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આરોપી વધુ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો અને હડબડહાટમાં ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ત્યાં સ્થાનિકોએ આગળથી તેને પકડી પડ્યો હતો.
આ ઘટનાને લઈને વડોદરામાં ફરી એકવાર ટ્રાફિક સુરક્ષા અને કાયદા અમલ અંગે પ્રશ્નો ઊભા થયા છે. થોડા દિવસ પહેલા જ શહેરમાં “રક્ષિતકાંડ” થયું હતું, જેમાં રક્ષિત ચોરસિયાએ લોકોને ગાડીથી ઉડાડી હંગમો કર્યો હતો.
પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. લોકો ટ્રાફિક નિયમો અને જનસુરક્ષા માટે વધુ કડક વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.