ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ ગાંધીધામના રામબાગ ડિવિઝન દ્વારા વીજળીના બાકી બિલોની ઉઘરાણી માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ર૦૦થી વધુ કનેકશનનો કટ કરવામાં આવતા દોડધામ મચી થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ માર્ચ એન્ડિંગના પગલે વિવિધ સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ દ્વારા વેરાની વસુલાત માટે પગલા ભરે છે.

પીજીવીસીએલ દ્વારા પણ અગાઉ ગાંધીધામ વિસ્તારમાં તપાસણી હાથ ધરવામાં આવી હતી અને ત્યાર બાદ હવે રામબાગ ડિવિઝનમાં બહારથી વધુ ૧ર ટીમો દ્વારા વિજ બીલની બાકી રકમવાળા વીજના જાેડાણ કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાકી વસુલાત માટે શરુ કરવામાં આવેલી આ ઝુંબેશ હજુ પણ ચાલુ રહેશે. વીજ જાેડાણ પુનઃ શરુ કરવા માટે પહેલા બીલ ભરવા માટે ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ છે.