ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામના શિણાય ગામે રૂપિયા ૩પર.૪૭ લાખના ખર્ચે બે રોડ-રસ્તાનું રિસરફેસિંગ મજબુતીકરણ માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ જેમાં રૂપિયા ર૮૮.૯પ લાખનાં ખર્ચે શિણાય દેવળીયા રોડ અને રૂપિયા ૬૩.પર લાખનાં ખર્ચે બાલાજી વે બ્રીજથી મોડવદર સીમાડા રોડનું રિસરફેસિંગ મજબુતીકરણનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યુ હતુ.
