ગાંધીધામમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક આશીર્વાદ સમારોહ યોજાયો

A free blessing ceremony was held for students of class 10 and 12 in Gandhidham A free blessing ceremony was held for students of class 10 and 12 in Gandhidham

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ દિનાંક 23 ફેબ્રુઆરી રવિવારના રોજ હિમાલયન સમર્પણ ધ્યાન યોગ ગાંધીધામ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ એક આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલનથી કરવામાં આવેલ હતું.

મુખ્ય મહેમાન તરીકે યોગ પ્રભા ભારતીય સેવા સંસ્થા ટ્રસ્ટ ના ટ્રસ્ટી તેમજ મનોચિકિત્સક ડૉ ધૈવત મેહતા તેમજ મહાવીરસિંહજી પરમાર પ્રાંત પ્રમુખ કચ્છ, સંજયભાઈ બજાજ આચાર્ય હિમાલયન સમર્પણ ધ્યાન યોગ ગાંધીધામ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર મુનિરા મેહતા કન્સલટન્ટ માઇક્રોબાયોલોજીસ્ટ ઉપસ્થિત રહેલ હતા. તેમણે 10 મી અને 12મી પરીક્ષામાં સંતુલિત મન સાથે કેવી રીતે રહીને પરીક્ષામાં સર્વ શ્રેષ્ઠ રીતે પર્ફોર્મ કરવું તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષા સમયે ધ્યાનમાં રાખવાના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

પરીક્ષા દરમિયાન એકાગ્રતા રાખવા ઉપર ભાર આપવામાં આવ્યો હતો. સાથે સાથે સંતુલિત આહાર અને છ થી આઠ કલાકની ઊંઘ પૂરી કરી સ્વસ્થ તન અને મન સાથે રહીને પરીક્ષા આપવાથી યાદશક્તિ એકાગ્રતા ફાયદો રહે છે.પરીક્ષા દરમિયાન ચિંતાથી દૂર રહેવા માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન સાધનાના અભ્યાસથી ચિંતા સ્ટ્રેસથી દૂર રહી શકાય છે અને સ્વસ્થ મનથી પરીક્ષા આપી શકાય છે.

ધ્યાનના અભ્યાસ થકી એક સશક્ત આભામંડળ નિર્માણ થાય છે જેનાથી સંતુલનની સાથે, માનસિક શાંતિની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ અને સશક્ત સકારાત્મક આભા મંડળ જે આપણને નકારાત્મક વિચારો અને નકારાત્મક વાતાવરણથી સુરક્ષા પૂરી પાડી શકે છે, જેના થકી વ્યક્તિ તેની ક્ષમતા નો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે કારણ કે જે ઉર્જા વિચારો અને ચિંતામાં વ્યય થતી હતી તેનો બચાવ કરી તેને અભ્યાસમાં કેન્દ્રિત કરી શકાય છે અને અભ્યાસ દરમિયાન સારી યાદશક્તિ રહે છે અને એકાગ્રતા રહે છે અને જે આગળ પરીક્ષામાં મદદરૂપ નીવડે છે. ધ્યાનના પ્રેક્ટીકલ અનુભૂતિ સર્વે ઉપસ્થિત છાત્રોએ કરી હતી.

આરતી સાથે આશીર્વાદ સમારોહ પૂરો થયો હતો અને સ્વયંસેવકો દ્વારા દરેક છાત્રને શૈક્ષણિક કીટ ગિફ્ટ આપવામાં આવી હતી અને સાથે અલ્પાહાર ની વ્યવસ્થા કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા મેનેજમેન્ટ યુવા કોર્ડીનેટર પ્રિયંકાબેન ચૌહાણ એ કર્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *