ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગાંધીધામ – આદિપુરનાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી દુકાનો રેસ્ટોરન્ટો સહિતના એકમોમાંથી કાજુ કતરી, પેંડા, ગાંઠિયા, કચોરી અડદિયા, લાકડીયા, ગાંઠિયા, લાડુ, પનીર, પનીર બટર મસાલા, વેજ ટકાટક સહિતના ૧૦ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જરૂરી પ્રક્રિયાઓ કરીને તમામ સેમ્પલોને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા તમામ નમૂનાઓના રિપોર્ટની રાહ જાેવામાં આવી રહી છે. રિપોર્ટમાં જાે કોઈ નમૂનો ફેલ કે અખાધ્ય આવશે તો જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જવાબદારો કહી રહ્યા છે. ફુડ વિભાગ દ્વારા નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે, પરંતુ તેના રિપોર્ટ જલ્દી આવતા નથી. એક વર્ષ દરમિયાન ૯૦ ખાદ્યપદાર્થોના નમુના લેવામાં આવ્યા હતા, તેમાંથી માત્ર ૩૦ના જ રિપોર્ટ આવ્યા છે. લગભગ ૬૦ રિપોર્ટ પેન્ડિંગ છે. ત્યારે રિપોર્ટ ઝડપથી આવે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવી જરૂરી છે.