ગાંધીધામ સંકુલમાં મહાશિવરાત્રી પર્વની ઉમંગભેર ઉજવણી

Mahashivratri celebration in Gandhidham complex Mahashivratri celebration in Gandhidham complex

હર હર મહાદેવના નાદ સાથે નીકળેલી શોભાયાત્રાએ જમાવ્યુ આકર્ષણ

ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃગાંધીધામ-આદિપુરમાં મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ દેવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. રૂદ્રાભિષેક, બીલીપત્ર અર્પણ કરી ભક્તોએ ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો.

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભાંગની પ્રસાદી પણ દેવાલયોમાં કરવામાં આવી હતી. જેનો ભક્તોએ સ્વાદ માણ્યો હતો. આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છી સતવારા સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલી તેમજ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હર હર મહાદેવના નાદ સાથે નિકળેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *