13 માર્ચથી એક એપ્રિલ સુધી યોજાશે CUET-PG પરીક્ષા

CUET-PG exam to be held from March 13 to April 1 CUET-PG exam to be held from March 13 to April 1

 ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, પોસ્ટગ્રેજ્યુએટ (CUET PG 2025)ની  પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. NTAએ CUET PGની પરીક્ષાનો કાર્યક્રમ ઓફિસિયલ વેબસાઈટ exams.nta.ac.in/CUET-PG પર જાહેર કર્યો છે. જેમાં આગામી 13 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં પરીક્ષા યોજાશે. પરીક્ષાના 10 દિવસ પહેલા ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.

CUET PGની પરીક્ષા આગામી 13 માર્ચથી ત્રણ શિફ્ટમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં પહેલી શિફ્ટ સવારે 9 વાગ્યાથી 10: 30 વાગ્યા સુધી, બીજી શિફ્ટ બપોરના 12:30 વાગ્યાથી 2 વાગ્યા સુધી અને ત્રીજી શિફ્ટ સાંજના 4 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીમાં પરીક્ષા યોજાશે. પરીક્ષામાં 90 મિનિટનો સમય રહેશે. આ વખતે CUET PGની પરીક્ષા માટે 4,12,024 ઉમેદવારોએ નોંધણી કરી છે. આ પરીક્ષા 157 વિષયો પર લેવામાં આવશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *