ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ

Yellow heat alert in coastal areas of Gujarat Yellow heat alert in coastal areas of Gujarat

ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે ગુજરાતમાં તો ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ દરિયાકાંઠે હિટ વેવ આવવાની પણ આશંકા છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ભેજવાળું થશે, તેમજ વધુ પડતી ગરમીનો અનુભવ થશે. જેને ધ્યાને લઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તોરોમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ગરમીનું જોર વધશે તેમજ લોકોને અકડામણનો સામનો કરવો પડશે. રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો થતાં બે દિવસ ઉનાળાની ગરમીની વધુ અસર જોવા મળશે. દરિયાઇ કાંઠાના વિસ્તારમાં પણ ગરમીની વધુ અસર રહેશે. 

ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહ્યું છે. અમદાવાદમાં 34.9 વડોદરામાં 35 ડાંગમાં 38 રાજકોટમાં 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સિવાય દમણ અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું, તેમજ ડીસામાં 33.2, નલિયામાં 35.6 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી 36.2 ડિગ્રી, ભાવનગર 35.4 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી અને મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *