ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ અહીંની સેવાકીય સંસ્થા માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુર અને શ્રી રામદાસ સિમેન્ટ આર્ટીકલ્સ આદિપુર દ્વારા ગાંધીધામ ન્યાયાલય સંકુલમાં રોયલ બાંકડાઓની ભેટ આપવામાં આવી હતી જેનું લોકાર્પણ ગાંધીધામ ન્યાયાલયના ન્યાયાધીશોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ બાંકડાઓનો લોકાર્પણ કાર્યક્રમ ન્યાયાધીશો સર્વશ્રી બી.જી. ગોલાણી સાહેબ, મેમણ સાહેબ, પરમાર સાહેબ તેમજ ભાવસાર સાહેબ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ બાકડાઓની ભેટ બદલ માનવતા ગ્રુપના પ્રમુખ , ગાંધીધામ બાર એસોસિએશનના સભ્ય એડવોકેટ ગોવિંદ દનીચા ની સરાહના સાથે આભાર લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગાંધીધામ બાર એસોસિએશનના પ્રમુખ એસ.એસ. ગઢવી ,ઉપપ્રમુખ એ.સી. સુરા ,મંત્રી સી .જે. ધારક, સહમંત્રી એન.ડી . લાંભા ,આફ્તાબ શેખ, કે . એસ. પરિહાર, યુ.એલ.વર્મા ,એન. વી. ચેતલાણી, એ.જી.પી.એસ.જી. રાણા , એ.જી.પી.એમ. આર. જાડેજા ,સિનિયર વકીલો એ.કે. રાજવાણી, વી.ડી. આસવાની, નરેશ ધેયડા, કે.એલ. ફુફલ, મોહન ગોસ્વામી તેમજ અન્ય વકીલો ઉપસ્થિતિ રહ્યા હતા.