52.5 હજાર ટીન બીયર કેસમાં ગાંધીધામના ટ્રાન્સપોર્ટરનું નામ ખુલ્યું

52.5 હજાર ટીન બીયર કેસમાં ગાંધીધામના ટ્રાન્સપોર્ટરનું નામ ખુલ્યું 52.5 હજાર ટીન બીયર કેસમાં ગાંધીધામના ટ્રાન્સપોર્ટરનું નામ ખુલ્યું

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ મુંબઈથી ગાંધીધામ આવી રહેલા ૬૭.૨૪ લાખની કિંમતના અલગ અલગ બ્રાન્ડના બિયરની ૨૧૮૯ પેટીમાંથી કુલ ૫૨ હજાર ૫૩૭ નંગ ટીન ભરેલા કન્ટેઈનર ટ્રેલરને સ્ટેટ મોનિટરીંગ સેલે સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકા પાસે ઝડપી પાડ્યું હતુ.

બીયરનો જથ્થો મંગાવનાર અને ટ્રેલર માલીક જયરાજસિંહ સોઢા અને મુંબઈથી બીયર મોકલનાર વોન્ટેડ જાહેર.

પોલીસે ટ્રેલરચાલક ગણપતસિંહ ભીમસિંહ રાઠોડ (રહે. પાનધ્રો, લખપત)ને ઝડપી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ટ્રેલરનો માલિક ગાંધીધામનો જયરાજસિંહ પૂનમસિંહ સોઢા હોવાનુ અને તેણે મુંબઈથી બિયરનો જથ્થો ભરીને ગાંધીધામ આવવા જણાવ્યું હતું.

મુંબઈથી ગાંધીધામ આવતા બિયરના જથ્થાને એસએમસીએ સુરત પાસે ઝડપ્યો


મુંબઈથી બિયરનો માલ ભરી આપનાર શખ્સનો મોબાઈલ નંબર પણ પોલીસે મેળવી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ૬૭.૨૪ લાખના બિયર, ૩૫ લાખની ટ્રક, એક મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧ કરોડ ૨.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *