ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં વ્યાપક દબાણો છે. ગટર લાઈનો ઉપર દબાણ છે માર્ગો ઉપર દબાણો છે. તેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. ખાસ કરીને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં વ્યાપક સમસ્યાઓ છે તેની પાછળનું મુખ્ય કારણ દબાણ છે.
મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા મુખ્ય બજારના દબાણ અને આર્કેટમાં થયેલા અતિક્રમણો દૂર કરવા માટે દુકાનદારોને નોટિસો ફટકારવામાં આવી છે. લગભગ 150થી વધુને નોટિસ આપી છે. તો બીજી તરફ સામે વેપારીઓ પણ પોતાનો તર્ક રાખી રહ્યા છે. સમસ્યા ના સમાધાન માટે દબાણ દૂર કરવા અત્યંત જરૂરી અને આવશ્યક છે.

મહાનગરપાલિકાએ હજુ તો સીમિત દુકાનદારોને જ નોટિસો આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને મહાત્મા ગાંધી માર્કેટ સુધી વ્યાપક દબાણો છે અને તેની સામે કાર્યવાહી પણ અત્યંત જરૂરી અને આવશ્યક છે. ઘોડા ચોકી રોડ સુંદરપુરી રોડ રામબાગ રોડ ઉપર જો દબાણો દૂર થતાં હોય તો મુખ્ય બજારના દબાણો પણ હટાવવા જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે તત્કાલીન સમયની નગરપાલિકા હેરાન થતી હતી. અધિકારીઓને સત્તાઓ સીમીત હતી. એટલે કાર્યવાહી થતી ન હતી. પરિણામ સ્વરૂપે દબાણ કારોને પ્રોત્સાહન મળ્યું અને ઠેક-ઠેકાણે દબાણો થઈ ગયા છે. અને સમસ્યાઓ વિસ્તારથી વધવા લાગી તેનું પરિણામ નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં વહીવટી તંત્ર શું પગલાં તે જોવાનું રહ્યું છે.
સૂત્રોના કહ્યા મુજબ જો મુખ્ય બજારના દબાણ અને આર્કેટના અધિક્ર્મણો દૂર કરવામાં મહાનગરપાલિકાના અધિકારીઓએ હટ કરી તો શહેરમાં અન્ય જગ્યાએ કાર્યવાહી કરવામાં મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના છે. ભેદભાવ વગર તમામ જગ્યાઓ ઉપરથી અતિક્રમણ ઉપર કાર્યવાહી અતિ આવશ્યક અને જરૂરી છે તો જ સમસ્યાઓ હલ થશે નહીંતર જે નગરપાલિકાની સ્થિતિ હતી તેવી જ મહાનગરપાલિકાની સ્થિતિ બની જવાની વકી છે.