ગુજરાત ATSને મળી મોટી સફળતાઃ ઉત્તર પ્રદેશથી બે આતંકવાદી ઝડપ્યા

ગુજરાત ATSને મળી મોટી સફળતાઃ ઉત્તર પ્રદેશથી બે આતંકવાદી ઝડપ્યા ગુજરાત ATSને મળી મોટી સફળતાઃ ઉત્તર પ્રદેશથી બે આતંકવાદી ઝડપ્યા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગુજરાત ATS (Anti-Terrorism Squad) અને હરિયાણા STF(Special Task Force)ને આતંકવાદીઓને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે ફરીદાબાદથી બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હરિયાણા STF સાથે કરવામાં આવેલાં સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદી સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાત ATS ને આતંકવાદીઓને પકડવામાં એક મોટી સફળતા મળી છે. હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉત્તર પ્રદેશના ફરીદાબાદમાંથી બે આતંકીઓ સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને ઉત્તર પ્રદેશથી બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ શખસો હેન્ડ ગ્રેનેડનો જથ્થા સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. બાતમીના આધારે હરિયાણા STFને સાથે રાખી મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવાયા હતાં.

સમગ્ર મામલે હરિયાણા STFમાં ગુનો નોંધવામાં આવશે અને ગુજરાત ATSના અધિકારીઓ ત્યાં પૂછપરછ માટે જઈ શકે છે. પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. બંને આરોપી સાથે કોઈ અન્ય સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે શું કરવા માંગતા હતા? આ સિવાય આ આતંકીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકીઓ પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *