ગાંધીધામ ટુડે, ન્યુઝ: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર કચ્છમાં ગમખ્વાર અકસ્માત સજાર્યાે છે. કચ્છના સામખિયાળી માળીયા નેશનલ હાઇવે પર એકસાથે સાત વાહનો વચ્ચે અકસ્માત સજાર્તા ૧ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વાહનોને દૂર કરી હાઇવે પરથી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

કચ્છ-સૌરાષ્ટ્રને જાેડતા સુરજબારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે ૮ઃ૩૦ કલાકે મોટો અકસ્માત સજાર્યાે છે. જુના કટારીયા ગામના પાટિયા નજીક અજંતા બ્રિજ પર કચ્છ તરફ આવતી ટ્રકનું સ્ટેરિંગ ફેલ થતાં તે હાઈવે પરની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ પાછળથી આવતી અન્ય એક ટ્રક અને ટ્રેલર પણ અથડાયા હતા.

આ જ સ્થળે અન્ય એક ટ્રક પણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતગ્રસ્ત ટ્રકનું નિરીક્ષણ કરી રહેલા ચાલકને પાછળથી આવેલા ટેમ્પોએ ટક્કર મારી હતી. આ ટક્કરમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાકડિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સામખિયાળી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં એક એસટી બસ પણ અકસ્માતનો ભોગ બની છે. કુલ સાત જેટલા વાહનો આ અકસ્માતમાં સંડોવાયા છે.
