ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના વરસામેડી સીમમાં જમવાના ૧ર હજાર રૂપિયાની માગણી કરતા આરોપી પ્રવિણકુમાર તિલકેશ્વર શાહુએ ર વર્ષના બાળકનું અપહરણ કરી પલાયન થઈ ગયો હતો. આ ઘટનામાં અંજાર પોલીસે તપાસનો દોર આગળ વધારી દિલ્હીથી આરોપીની ધરપકડ કરી લીધી હતી અને અપહ્યત બાળકને મુક્ત કરાવી પરીવારને સુપરત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ બનાવ તા.ર/૩ના બપોરના અરસામાં બન્યો હતો. જેમાં મુળ બિહારના લોફા મધુબનીના અને હાલે વરસામેડીમાં વેલસ્પન કંપની સામે રહેતા નવીશા અસલમ અંસારીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી તેમના વતન લોફા, બિહારનોજ હોવાથી ઓળખતો હતો. તેમના પતિ હાલ લોફા, બિહારમાંજ રહે છે અને ફરિયાદી તેમની માતા સાથે અહી રહે છે, જે પણ વેલસ્પનમાં કામ કરે છે. આરોપી પણ વેલસ્પનમાં નોકરી કરતો હતો અને અહી એકલો રહેતો હોવાથી ઘરે જમવા આવતો હતો. જે જમવા માટે આવે તેના રૂપીયા આપવાની વાત કરેલી હોવાથી શરૂઆતમાં બે મહિના રૂપીયા આપ્યા બાદ રૂપીયા આપતો નહતો. ગત ૨/૩/૨૦૨૫ના બપોરે ૧૨ વાગ્યે આરોપી જમવા આવ્યો ત્યારે અગાઉના રૂપીયા આપવાની વાત કરતા, સાંજના રૂપીયા આપઈ દઈશ એમ કહ્યું હતું, જેને જમવાનું આપીને ફરિયાદી બહાર કપડા ધોવા ગયા ત્યારે તેમનો બે વર્ષ અને મહિનાનો પુત્ર આકાશ આરોપી પાસે રમતો હતો. ફરિયાદી કપડા ધોઇને પરત આવ્યા ત્યારે દિકરો આકાશ જાેવા મળ્યો નહી, માતાને પુછતા તેમણે કહ્યું કે તેવો બહાર હતા, પણ આરોપી પ્રવિણને આકાશને લઈ જતા જાેયો હતો. જેનો મોબાઈલમાં ફોન કરત તેણે ઉપાડ્યો નહી અને આસપડોસમાં સોસાયટીમાં શોધખોળ કરતા પણ દિકરો મળી આવ્યો નહી. જેથી આરોપીએ તેમના કાયદેસરના વાલીપણામાં તેમના બાળકનું સમંતી વિના અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.


Add a comment