ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ દેશ,ધર્મની રક્ષા માટે પોતાના જીવ નુ બલિદાન આપનાર છત્રપતિ શિવાજી મહારાજના વીર જયેષ્ઠ પુત્ર મુગલ બાદશાહ ઓરંગઝેબના શાસનને સમાપ્ત કરવામાં પ્રમુખ ભૂમિકા નિભાવનાર મહાન પરાક્રમી યોદ્ધા છત્રપતિ શંભાજી મહારાજની પુણ્યતિથિ નિમિતે શત શત નમન. અદભુત શોર્ય અને પરાક્રમથી પરિપૂર્ણ સ્વાધીનતાની રક્ષા માટે સમર્પિત છત્રપતિ શંભાજી મહારાજનું જીવન સદાય આવનાર પેઢી માટે પ્રેરણાદાઈ રહ્યુ છે.ઓરંગઝેબ દ્વારા શંભાજી મહારાજને છળકપટથી કેદ કરી 40 દિવસો સુધી અનેક બર્બરતા પૂર્વક યાતનાઓ આપવામાં આવી હતી. કર્તવ્ય ટીમ ગાંધીધામ દ્વારા છત્રપતિ શંભાજી મહારાજની પુણ્ય તિથિ નિમિતે ઓસ્લો સર્કલ પર શ્રમજીવીઓ અને વટેમાર્ગુઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Add a comment