કચ્છ સરહદે નાનકડાં ગુનેરી ગામે ઊજવાયો રંગોત્સવ

કચ્છ સરહદે નાનકડાં ગુનેરી ગામે ઊજવાયો રંગોત્સવ કચ્છ સરહદે નાનકડાં ગુનેરી ગામે ઊજવાયો રંગોત્સવ

ગાંધીધામ ટુડે, ન્યુઝ : અનિષ્ટ પર ઇષ્ટનો વિજય એ હોલિકા દહન અને તેને ઊજવવા માટે રંગોત્સવમાં નાનાં ભૂલકાંથી લઇ વૃદ્ધજનો સૌ મન મૂકી જોડાઇ જાય છે, ત્યારે કચ્છના છેવાડે સરહદ પર ગુનેરી ગામે સાંસદ દ્વારા રંગોત્સવ ઊજવાયો હતો.

સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા સરહદના શેઢે આવેલા લખપત તાલુકાનાં ગુનેરી ગામે નાનાં ભૂલકાં, સામાજિક અને રાજકીય સાથીઓ, સ્નેહીજનો, શુભેચ્છકો સાથે ગુલાલ ઉડાવી આનંદોત્સવ મનાવ્યો હતો. નાની બાળાઓ, નાનાં ભૂલકાંઓને શૈક્ષણિક કિટ વિતરણ કરી, રંગ ઉડાવી આનંદની પળોના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા. રંગોત્સવમાં યુવાનો, મહિલાઓ, બાળકો સૌએ ભગવાન પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રંગોત્સવમાં સાંસદ શ્રી ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોર, લખપત તા.પં. પ્રમુખ જશુભા જાડેજા, તા.પં. ઉપપ્રમુખ રાજુભાઇ સરદાર, યુવા ભાજપ પ્રમુખ તાપસ શાહ, અશોક સોલંકી, જગદીશ ખોખર, નરેન્દ્રસિંહ જાડેજા, દેવાજી જાડેજા, મોહબતસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, જીવણભાઇ મારવાડા સહિત ગુનેરીના ગ્રામજનો જોડાયા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *