ગાંધીધામ ટુડે, ન્યુઝ : ગાંધીધામ ના હાર્ટ સમાન શક્તિનગર ગાર્ડનમાં યોગા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ગ્રુપના તમામ મેમ્બરો તથા ગાર્ડનમાં વહેલી સવારે દરરોજ મોર્નિંગ વોક, યોગા, તથા કસરત કરવા આવતા તમામ લોકો સાથે મળી કોઈપણ જાતના ભેદભાવ વગર એકબીજાને અબીલ ગુલાલ તેમજ રંગબેરંગી કલરથી રંગાઈ સંગીતના શૂરથી મશગુલ થઈ દેશી ઢોલ ના સથવારે સર્વ કોઈ જુમી ઉઠ્યા હતા. સૌ સાથે મળી ધુળેટી પર્વની ઉજવણી કરી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ યોગા ગ્રુપમાં શહેરના ડોક્ટરો, વેપારીઓ તથા અન્ય નોકરીયાત વર્ગનો સમાવેશ થાય છે આ ગ્રુપની વિશેષતા એ છે કે દરેક તહેવાર ની ઉજવણી ગાર્ડનમાં સૌ સાથે મળી સૌના સાથ સહકારથી કરવામાં આવે છે . સાઉથ આફ્રિકામાં લાકડાના તથા બીજા અન્ય ધંધાઓથી સંકળાયેલા કમલભાઈ બંસલ દર વર્ષે યોગા ગ્રુપ સાથે મળી દરેક તહેવારની ઉજવણીમાં હાજરી આપે છે.


Add a comment