અંજારના હિંગોરજા વાંઢ ધ્રુસકે ચડ્યું

અંજારના હિંગોરજા વાંઢ ધ્રુસકે ચડ્યું અંજારના હિંગોરજા વાંઢ ધ્રુસકે ચડ્યું

ગાંધીધામ ટુડે, ન્યુઝ : અંજાર તાલુકાના દુધઈ ગામથી 5 કિમિ દૂર આવેલી હિંગોરજા વાંઢના 5 ભૂલકાઓ ગઈકાલે નજીકના ભાવણીપુર ખાતેના ખરાડી તળાવમાં ડૂબી ગયા હતા. જેથી તમામનું મોત થયું હતું. ત્યારે આજે વ્હાલસોયાઓની ભીની આંખે દફનવિધિ કરવામાં આવી હતી. અંજારનું હિંગોરજા વાંઢ ધ્રુસકે ચડ્યું હતું. પાંચ સંતાનોના એક સાથે જનાજો નીકળ્યો હતો. અંતિમવિધિમાં કચ્છભરમાંથી લોકો કાંધ આપવા પહોંચ્યા હતા.

નાની એવી વસાહતના પાંચ બાળકો પોતાની ભેંસો કાઢવા તળાવે પહોંચ્યા હતા. આ દરમિયાન ન્હાવા જતા કે લપસી પડતા દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. એક સાથે પાંચ બાળકોના અપમૃત્યુની ઘટાનાએ સમગ્ર કચ્છમાં અરેરાટી પ્રસરાવી દીધી હતી. જ્યારે તેઓના પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે. આ તમામ પાંચેય બાળકો એક જ કુટુંબના હતા.

પવિત્ર રમઝાન માસમાં બનેલા આ ગોજારા બનાવથી સમગ્ર મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે. ગઈકાલે તમામના મૃતદેહો બહાર કાઢ્યા બાદ આજે અંતિમવિધિ યોજાઈ રહી છે. જેમાં કચ્છભરના લોકો દફનવિધિમાં હતભાહીઓને કાંધ આપવા જોડાયા છે.

મૃતકોના નામ

  1. ઈસ્માઈલ સાલેમામદ હિંગોરજા, ઉ. 8 વર્ષ
  2. ઉંમર અદ્રેમાન હિંગોરજા, ઉ. 11 વર્ષ
  3. મુસ્તાક જુસબ હિંગોરજા, ઉ. 14 વર્ષ
  4. આલ્ફાક અરમીયા હિંગોરજા, ઉ. 9 વર્ષ
  5. તાહિર અદ્રેમાન હિંગોરજા ઉ. 11 વર્ષ
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *