ગાંધીધા્મ ટુડે ન્યુઝ, ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંગે રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં સરકાર મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે. આ વિસ્તરણમાં ખાસ કરીને યુવા નેતાઓ અને ભૂમિકા નિભાવનારા ધારાસભ્યોને મહત્વ આપવાની શક્યતા છે. હાલમાં યુવા ચહેરા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને રિવાબા જાડેજાનું નામ ચર્ચાઈ રહ્યુ છે. તો હાલના મંત્રીમંડલમાં બાકાત રહેલ કચ્છના ધારાસભ્યને પણ ચાન્સ મળી શકે છે.
કચ્છ જિલ્લાની રાજકીય દૃષ્ટિએ આ વિસ્તરણ ખૂબ મહત્વનું બની શકે છે. ગુજરાતના સૌથી મોટા ભૂગોળ ધરાવતા હાલ આ જિલ્લામાં મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ ન મળતા કચ્છને ચાન્સ મળે તેવી સંભાવનાઅો જોવા મળી છે. બિચ્છે, રાજ્યના અન્ય વિસ્તારોના ધારાસભ્યોને મંત્રીપદ મળ્યા, પણ કચ્છમાંથી કોઈને સ્થાન ન મળ્યું. હવે, નવા મંત્રીમંડળના વિસ્તરણમાં કચ્છના ધારાસભ્યોને તક મળવાની શક્યતા છે.
રાજકીય સૂત્રો માને છે કે કચ્છમાંથી ખાસ કરીને પાર્ટીના જુના જોગીઅોને મંત્રીપદ મળી શકે છે. ગાંધીધામ, અબડાસા, ભુજ, રાપર, અંજાર અને માંડવીની બેઠકોમાંથી કોઈ ધારાસભ્યને મંત્રી તરીકે પસંદ કરી શકાય. કચ્છની બધી જ વિધાનસભા બેઠકો ઉપર ભાજપે જીત મેળવી હતી. જો કચ્છના ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવે, તો તે જિલ્લાની પ્રાદેશિક વિકાસ યોજનાઓ અને રાજકીય સમીકરણમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે.
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કુલ 27 સભ્યો સુધીની જગ્યા છે, અને હાલ કેટલાક પદ ખાલી છે. આ ખાલી જગ્યાને ધ્યાનમાં રાખીને, આગામી સમયમાં નવી નિયુક્તિઓ કરવામાં આવશે. જો કે, મંત્રીપદ માટેની છેલ્લી પસંદગી હાઈકમાન્ડ કરશે. હાલ, ગાંધીનગરમાં રાજકીય ચર્ચાઓ તીવ્ર બની છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.