ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પીજીવીસીએલના કર્મચારીઓ સાથે મળીને વધુ 16 આરોપીઓના ઘરે રેડ પાડી હતી. તપાસ દરમિયાન આરોપીઓના મકાનમાં ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યું હતું. પોલીસે પીજીવીસીએલના કર્મચારીઓની મદદથી ગેરકાયદે વીજ જોડાણ કાપી નાખ્યું હતું.
કુલ ૧૬ વિજ કનેકશન કાપી ૧૦.૩૦ લાખનો દંડ ફટકારાયો
આડેસર પોલીસે પ વિજ કનેકશન કાપીને ૩,પ૦,૦૦૦નો દંડ, અંજાર પોલીસે ૧ વિજ કનેકશન કાપીને ૧,૪૧,૦૦૦નો દંડ, ભચાઉ પોલીસે ૬ વિજ કનેકશન કાપીને ૧,૧૧,૦૦૦નો દંડ, દુધઈ પોલીસે ૧ વિજ કનેકશન કાપીને ર,ર૮,૦૦૦નો દંડ, આદિપુર પોલીસે ૧ વિજ કનેકશન કાપીને ૧,પ૦,૦૦૦નો દંડ, ગાગોદર પોલીસે ૧ વિજ કનેકશન કાપીને રપ,૦૦૦નો દંડ અને ગાંધીધામ બી-ડીવીઝન પોલીસે ૧ વિજ કનેકશન કાપીને રપ,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
આ આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ
(૧) રાજુ ઉર્ફે રાજા ધીંગાભાઈ કોલી, રહે.આડેસર, તા.રાપર
(ર) ભરત રજાભાઈ કોલી, રહે.આડેસર, તા.રાપર
(૩) કરણીદાન નરસંગભા ગઢવી, રહે.આડેસર, તા.રાપર
(૪) હસુભા પુંજાભા ગઢવી, રહે.આડેસર, તા.રાપર
(પ) અનવર અયુબ હિંગોરજા, રહેે.આડેસર, તા.રાપર
(૬) હાજી મહોમદ હુસેન સૈયદ, રહે.સિનોગ્રા, તા.અંજાર
(૭) અલારખા કાસમ સમા, રહે.દુધઈ, તા.અંજાર
(૮) કમીબેન કરશનભાઈ કોલી, રહે.ગાગોદર, તા.રાપર
(૯) દિનેશ ગોવિંદજી રાજપુત, રહે.આદિપુર તા.ગાંધીધામ
(૧૦) સામતભાઈ રામજીભાઈ કોલી, રહે.લુણવા, તા.ભચાઉ
(૧૧) નાનજીભાઈ સામતભાઈ કોલી, રહે.લુણવા, તા.ભચાઉ
(૧ર) રાણીબેન લક્ષ્મણભાઈ કોલી, રહે.લુણવા, તા.ભચાઉ
(૧૩) લક્ષ્મણભાઈ હિરાભાઈ કોલી, રહે.લુણવા, તા.ભચાઉ
(૧૪) સવાભાઈ જુમાભાઈ કોલી, રહે.લુણવા, તા.ભચાઉ
(૧પ) નારણભાઈ દેવાભાઈ કોલી, રહે. લુણવા, તા.ભચાઉ
(૧૬) મામદ અધા સોઢા, રહે.મીઠીરોહર, તા.ગાંધીધામ