ગાંધીધામ ટુડે ન્યુઝ, 100 કલાકના આદેશ અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત અસમાજીક તત્વો ઉપર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રાજ્યમાં સૌથી પહેલા એક્શન લેવાનુ શુરુ કરી દેવામાં આવ્યુ હતું. હવે રાજ્યની એસએમસી સેલે પણ રાજ્યના 15 બુટલેગરો-જુગારીઓની લીસ્ટ તૈયાર કરવામાં અાવી છે અને તેમના દ્વારા કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામની પણ લીસ્ટ બનાવવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અસામાજીક તત્વો પર કાર્યવાહી અંગે 100 કલાકમાં કાર્યવાહીના આપેલ આદેશની ગંભીર નોંધ લઈ સ્ટેટ મોનિટરીંગ સેલે કાર્યવાહી કરી છે. લીસ્ટ બનાવ્યા બાદ સંબંધિક બાંધકામ વિભાગ, નગરપાલિકા અને જીલ્લા કલેક્ટરને આ વિગતોની યાદી મોકલી આપવામા આવી છે.

