ગાંધીધામ ટુડે, ન્યુઝ : પુર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા સતત ત્રણ દિવસથી ગુનેગારો પર આદરાયેલી કવાયત ચોથા દિવસે પણ ચાલુ રહી હતી, જેમાં કંડલા, ખારીરોહર અને કિડાણામાં ગુનેગારોએ લીધેલા ગેરકાયદેસર વીજ જાેડાણોને કટ કરી દેવાયા હતા.

રાજ્યના પોલીસ વડાએ વારંવાર ગુનાહીત પ્રવૃતિ આચરતા તત્વોનું લીસ્ટ બનાવીને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સુચના આપ્યા બાદ પુર્વ કચ્છમાં ગુનેગારોના ગેરકાયદેસર દબાણોને તોડી પાડવા અને વીજ ક્નેક્શનો કાપવાની કામગીરીને વધુ એક પગલું આગળ લઈ જવામાં આવી હતી.

ગાંધીધામ બી ડિવીઝન પોલીસે આરોપી ઈસ્માઈલ ઈબ્રાહિમ ચાવડા (રહે. કિડાણા) કે જેના સામે વિવિધ કલમો તળે ૯ ગુના નોંધાયેલા છે, તેના ગેરકાયદેસર વીજ ક્નેક્શનને કટ કરી નાખ્યું હતું. તો આવી જ રીતે અબ્દુલ મામદ ભટ્ટી (રહે. કબરા કોલોની, ખારીરોહર) કે જેના વિરૂદ્ધ ત્રણ અને ફૈઝલ ઈબ્રાહીમ ભટ્ટી (રહે. કબરા કોલોની, ખારીરોહર) કે જેના વિરૂદ્ધ પણ ત્રણ ગુના દાખલ છે, તેમના મકાનમાં લીધા ગેરકાયદેસર વીજ ક્નેક્શનને પીજીવીસીએલની ટીમને સાથે રાખીને કાપી નખાયા હતા. આ કામગીરી બી ડિવીઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન.વાઢીયા તથા પોલીસ ટીમ દ્વારા કરાઈ હતી.

તો કંડલા મરીન પોલીસ દ્વારા દીનદયાલ પોર્ટના ઈલેક્ટ્રીક વિભાગના અધિકારી સાથે રાખીને હુસેન અબ્દુલ જામ (રહે. રેલવે ઝુપડા, નવા કંડલા) કે જેની સામે બે અને અજીત ઉર્ફે નનકો જંગબહાદુર શુક્લા (રહે. રેલવે ઝુપડા, નવા કંડલા) કે જેની સામે ત્રણ અને જલાલ અસલમ ખાન (રહે. બંગાળી ફળીયુ, રેલવે ઝુપડા, નવા કંડલા) કે જેની સામે બે ગુના નોંધાયેલા છે, તેના વીજ ક્નેક્શન કાપી નખાયા હતા. આ ઉપરાંત કંડલાના લીસ્ટેડ બુટલેગર ફાતમાબેન રહેમાન જામ, હારુન જુમા ચામડીયા, ઉમરદીન હસન કટીયા, અસલમ હસન કટીયા, સોનબાઈ શોકતઅલી જામ અને કનિયા ચીતનલી નાયડુ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી પીઆઈ એ.એમ.વાળા તથા પીએસઆઈ વાય.પી. ગોહીલ દ્વારા કરાઈ હતી.
