શ્રી પ્રકાશનંદજી મહારાજ તથા ગીતા મુનીષી સ્વામી જ્ઞાન નંદજી મહારાજે નવદંપતીને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ આપ્યા
ગાંધીધામ ટુડે, ન્યુઝ : ગાંધીધામ શહેરના શ્રી અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ આંબેડકર ભવન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં 11 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડી લગ્ન જીવનનો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કચ્છ જિલ્લા એસપી સાગર બાગમાર , જનરલ ડેવલોપમેન્ટ કમિશનર ડી.પી.સીંગ , પંચમુખી હનુમાન મંદિરના મહંત શ્રી પ્રકાશ નંદજી મહારાજ તથા સ્વામી શ્રી જ્ઞાનનંદજી મહારાજ હાજર રહ્યા હતા. તદ ઉપરાંત દરેક સમાજના અગ્રણીઓ તેમજ દંપતીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ દ્વારા વરઘડીયાઓને વિવિધ ચીજવસ્તુઓ ,તથા ભેટ-સોગાદ આપી હતી અને તે રીતે સમરસતાપૂર્વક લગ્ન પ્રસંગ યોજાયો હતો.
શ્રી અગ્રવાલ સમાજ ગાંધીધામના દરેક આયોજકો દ્વારા આવેલ તમામ અતિથિનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા આજ રીતે દર વર્ષે પણ વિવિધ સામાજિક કાર્યો કરવા અનુરોધ કર્યો હતો.