ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ આદિપુરમાં મૈત્રી રોડ પર આવેલ મીજીક નામના સ્પામાં ગેરકાનૂની દેહ વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સ્પામાં રાજ્ય બહારની મહિલાઓને રાખવામાં આવી હતી અને ગ્રાહકોને તેમને બોલાવીને શારીરિક સુખનો આનંદ લેવા માટે સવલતો પૂરી પાડવામાં આવતી હતી.
પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનના PI ડી.જી.પટેલ અને સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે પોલીસે મીજીક સ્પા પર દરોડો પાડી સ્પાના સંચાલક મનિષ બળદેવભાઈ સાધુ( રહે.કેસરનગર-1માં મકાન નંબર 98)ની ધરપકડ કરી છે.
તપાસમાં ખુલાસો થયો કે આરોપી રાજ્ય બહારની મહિલાઓને લાવીને અહીં રાખતો હતો. તે ગ્રાહકોને બોલાવીને અનૈતિક પ્રવૃત્તિ કરાવતો હતો. આરોપી વિરુદ્ધ અનૈતિક દેહ વ્યાપાર (નિવારણ) અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.