ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરના સોનાપુરી સ્મશાન સંકુલમાં શ્રી રામદાસ સિમેન્ટ આર્ટીકલ્સ આદિપુરના સહયોગથી માનવતા ગ્રુપ દ્વારા રોયલ આર.સી.સી .બાંકડાઓ ની ભેટ આપવામાં આવી હતી. આ બાકડાઓનો નું લોકાર્પણ જાણીતા ઉદ્યોગપતિ અને પટેલ સમાજના અગ્રણી ગોરધનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ગ્રુપના બી.એન.ત્રિવેદી, શરદ ચંદ્ર નાયર, યોગેશ ઠક્કર, મોહન ઉદાસી, રાજેશ હંસોરા, અબ્દુલ રાઠોડ, પૂનમ ખેમાણી, પ્રશના નાયર, સોનલ પટેલ, પિન્કી બાગ્રેચા તેમજ મનીષા નાગરે માનવતા ગ્રુપની માનવતા વાદી પ્રવૃત્તિઓની સરાહના કરતા જણાવ્યું હતું કે ” માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુર દ્વારા વર્ષોથી નિ:સ્વાર્થ ભાવે અનેક પ્રકારની નોંધનીય માનવતા વાદી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને આવી પ્રવૃત્તિઓ સતત ભવિષ્યમાં પણ કરતું રહે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ . ગ્રુપને જ્યાં પણ જરૂર હશે ત્યાં સંપૂર્ણ સહયોગ આપવાનું અતિથિઓ એ જણાવ્યું હતું.