ફરીયાદ નોંધાયા બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર : ફરીયાદી યુવાનનો આક્ષેપ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કિડાણામાં રહેતા યુવાનને ઈસમો દ્વારા જાહેરમાં ગાળો બોલી, જાતિ અપમાનિત કરી, માર મારવાની ઘટના બની હતી. તેમજ જે પણ લોકો છોડાવવા વચ્ચે પડતા એમને પણ ધક્કા મુકી કરવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ ઘટના અંગે તા.૧પના રોજ પોલીસ ફરીયાદ પણ કરાઈ હતી પરંતુ હજી સુધી કોઈ આરોપીની ધરપકડ થયેલ નથી અને હાલ પણ સમાધાન કરી લે નહી તો મારવાની ધમકીઓ આ યુવાનને મળી રહી છે તેવું યુવાને વિડિઓના માધ્યમથી વાયરલ કર્યું હતું. કિડાણાની અંદર અવારનવાર યુવાનો પર અત્યાચાર થતા હોય છે અને અવારનવાર માર મારતા હોય છે. આ યુવાન ચાલતા ઝઘડામાં વચ્ચે પડતા તેને પણ ઢોર માર્યો હોવાનું સામે આવ્યુ છે અને તેણે પોલીસ પ્રશાસન પાસે ન્યાય અપાવવા ગુહાર લગાવી હતી.
આ યુવાને વિડીયો બનાવી જણાવ્યુ હતુ કે, આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાયા બાદ પણ ધરપકડ કરવામાં આવી નથી અને હાલ તેને ધમકીઓ મળી રહી છે ત્યારે તેને કાંઇ થશે તો તંત્રની જવાબદારી રહેશે.સાથે આવા લુખ્ખાઓની ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તો જ આ લુખ્ખા તત્વોને ભાન થશે કે કાયદો હાથમાં ન લેવાય અને આવા ગુંડા તત્વોને પાસામાં ધકેલવામાં આવે એવી માંગ કરી હતી.