મ્યાનમારમાં 7.2 અને 7.0 તીવ્રતાના એક પછી એક બે જોરદાર ભૂકંપ

ગાંધીધામ ટુડે, ન્યુઝ : ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર રિક્ટર સ્કેલ પર 11:52 વાગ્યે પહેલા ભૂકંપની તીવ્રતા 7.2 જ્યારે 12:02 વાગ્યે બીજાની 7.0 નોંધાઈ હતી.

આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલૅન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી.

મળતી માહિતી મુજબ, મ્યાનમારના ભૂકંપની અસર ભારતમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ થઈ હતી. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય આસામ, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડમાં ભૂકંપના તેજ આંચકાનો નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના Sagaingમાં હોવાની માહિતી છે. ભૂકંપના આંચકાના કારણે મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર આવેલો બ્રિજ ધસી પડ્યો હતો.

મ્યાનમાર અને ભારત સિવાય બેંગકોકમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકા બાદ સેંકડો લોકો ગભરાટમાં ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. બેંગકોકમાં ટાવર ધરાશાયી થઈ ગયો છે જ્યારે 40થી વધુ લોકો ત્યાં ગાયબ થયા હોવાના સમાચાર છે. ભૂકંપ બાદ થાઇલેન્ડના વડાપ્રધાને બેંગકોકમાં કટોકટી લાગુ કરી છે. USGSનાં જણાવ્યા પ્રમાણે હજારો લોકોના મોતની આશંકા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *