ગાંધીધામ મનપાના ટેક્સ વિભાગ દ્વારા નાણાકીય વર્ષના અંતે 19 કરોડની વેરા વસુલાત

ગાંધીધામ મનપાના ટેક્સ વિભાગ દ્વારા નાણાકીય વર્ષના અંતે 19 કરોડની વેરા વસુલાત ગાંધીધામ મનપાના ટેક્સ વિભાગ દ્વારા નાણાકીય વર્ષના અંતે 19 કરોડની વેરા વસુલાત

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા નાણાકીય વર્ષના અંતે 19 કરોડની વેરા વસુલાત કરવામાં આવી છે, આજથી એટલે કે એક એપ્રીલથી લગભગ બે અઠવાડિયા માટે ટેક્સના નવા બિલ જનરેટ કરવા સહિતની કામગીરી માટે વેરા વસૂલાતન બંધ રાખવામાં આવશે. ઇ-નગર વેબસાઈટના જવાબદારો ઝડપથી કામગીરી પૂર્ણ કરે તે જરૂરી છે. ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2024-’25 માં 31 માર્ચ સુધીમાં 49.63 કરોડના માંગણા સામે 36% ની સરેરાશથી 19 કરોડની વેરાની વસુલાત કરવામાં આવી હતી.

અંતિમ માર્ચ મહિનામાં વસુલાત અલગ અલગ ત્રણ ટીમો બનાવાઈ હતી, કોમર્શિયલ ટીમે મિલકતો સીલ કરી હતી. જ્યારે આદિપુર,ગાંધીધામની રહેણાંક માં વસૂલાત ટીમોએ ગટર કે પાણીનું કનેક્શન કાપ્યું નથી. રૂપિયા આવતા હતા એટલે કાર્યવાહી થઈ નથી તેવું જવાબદારો કહી રહ્યા છે. પરંતુ ગાંધીધામ આદિપુરમાં 60,500 ની આસપાસના મિલકત ધારકો છે. તેમાંથી લગભગ 35,800 કરદાતાઓએ મહાનગરપાલિકાને ટેક્સ ભરપાઈ કર્યો છે, જેમાં વર્ષો જૂના કરતાઓ પાસેથી 5.30 કરોડની વસૂલાત કરવામાં આવી છે. ગત વર્ષ 14.30 કરોડ ની રિકવરી હતી તેના કરતાં આ વર્ષે લગભગ 5 કરોડ ની વધુ વસુલાત થઈ છે.

Advertisements

મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના ટેક્સ ઉપર કરદાતાઓને રિબેટ યોજના હેઠળ 83 લાખની રાહત અપાઈ હતી. જેમાં એપ્રિલ થી જૂન સુધીમાં 75.25 લાખ,જુલાઈ થી સપ્ટેમ્બર સુધીમાં 6.20 લાખ અને ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીમાં 1.63 લાખ સહિત કુલ 83 લાખ ની રિબેટ પેટે રાહત અપાઈ હતી.

વર્ષ 2024/25 એક વર્ષમાં વર્ષો જૂના બાકીદારો પાસેથી વ્યાજ પેટે 2.74 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. જે લોકોએ વર્ષોથી ટેક્સ નથી ભર્યો તેમને વ્યાજ સાથે બિલ આપવામાં આવ્યા હતા.

તંત્ર દ્વારા 35ને વોરંટની બજવણી કરી હતી. જેમાંથી 32 મોટા બાકીદારો એ રૂપિયા ભરપાઈ કર્યા હતા, જ્યારે 3 એ રૂપિયા ન ભરતા તેમની મિલકતોને સીલ કરવામાં આવી હતી. હાલના સમય પણ તેમના 35 લાખથી વધુ રૂપિયા બાકી છે, હજુ સુધી તેમણે ભરપાઈ કર્યા નથી.

Advertisements

મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે વેરા વસુલાત માટે વર્ષ દરમિયાન 6315 બાકીદારોને નોટિસ ઈસ્યુ કરી હતી. મોટાભાગના બાકીદારોને બજવણી કરીને રૂપિયા ભરી જવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે હજુ ઘણા બાકીદારો એ ટેક્સ પેટના રૂપિયા ભરપાઈ કર્યા નથી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment