કંડલા પોર્ટને દેશનું નંબર વન બનાવ્યા બાદ ગાંધીધામમાં કાર્યક્રમ

કંડલા પોર્ટને દેશનું નંબર વન બનાવ્યા બાદ ગાંધીધામમાં કાર્યક્રમ કંડલા પોર્ટને દેશનું નંબર વન બનાવ્યા બાદ ગાંધીધામમાં કાર્યક્રમ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ આજે કંડલાની ઐતિહાસિક સિદ્ધિનો ઉત્સવ માણતા, દીન દયાળ પોર્ટ (ડીપીએ) ના ચેરમેન સુશીલ કુમારના અધ્યક્ષસ્થાને ગાંધીધામ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કંડલા પોર્ટને દેશનું “નંબર વન પોર્ટ” બનાવવામાં પહોંચાડવાનો અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ચેરમેન સુશીલ કુમારે પોર્ટના શ્રેષ્ઠ પરિણામો માટે પોર્ટના તમામ સ્ટોક હોલ્ડર્સ, પોર્ટ યુઝર્સ, ડીપીએના અધિકારી-કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓ તથા સંગઠનોનો આભાર માન્યો. તેમણે ખાસ કરીને આ સિદ્ધિ મેળવવા માટે તમામના આદર, સમર્પણ અને મહેનતને બિરદાવ્યું હતું.

Advertisements

આ પ્રસંગે ચેરમેન સુશીલ કુમારે પોર્ટના ભવિષ્ય માટે યોજના રજૂ કરી. તેમણે જણાવ્યું કે પોર્ટ હવે ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવા માટે આગળ વધશે અને આ સાથે પોર્ટના વિકાસ માટે ઘણા નવા પ્રોજેક્ટ્સની પણ રૂપરેખા રજૂ કરી. ચેરમેનએ ઉમેર્યું, “હવે ૧૭૦ મિલિયન ટનના લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં પોર્ટ ગતિશીલ રીતે આગળ વધી રહ્યો છે.” તે ઉપરાંત, ચેરમેનએ કંડલાને દેશનું ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાની વાત કરી અને આ માટે પોર્ટના નવા દ્રષ્ટિકોણ અને તકનીકી વિકાસ પર ભાર મૂક્યો હતો.

Advertisements

અત્રે નોંધનીય છે કે, ૧પ૦ મેટ્રીક ટન કાર્ગો હેન્ડલિંગ કરવાનું પોર્ટની ઐતિહાસિક સિદ્ધિ તરીકે નોંધાયું છે, જે હવે પોર્ટને વૈશ્વિક દ્રષ્ટિકોણમાં મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં પોર્ટના વિકાસ માટે ભવિષ્ય, નવી ટેકનોલોજી અને આધુનિક પ્રોજેક્ટ્સ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment