ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ બે વર્ષ બાદ ભચાઉમાં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખે ૧૭ ઉમેદવારો બીન હરીફ થયા હતા જયારે ૧૧ બેઠકો ઉપર ચૂંટણી થશે. મંગળવારે ઉમેદવારોનું ચિત્ર સ્પષટ થતા ૧૭ બેઠક બીન હરીફ કરી ભાજપે ભચાઉ નગરપાલિકામાં સત્તા મેળવી હતી. બીન હરીફ જાહેર થયેલા ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.
જે વોર્ડમાં ચૂંટણી લડાશે તેના ઉપર નજર કરીએ તો વોર્ડ ૧માં ભાજપના ઉમેદવારો ગીતાબેન વિજયભાઈ સામળીયા ,ચંદુલાલ બાબુલાલ પઢારીયા, ચંપાબેન અંબાવી ગોઠી, ભરત ખીમજીભાઈ કાવત્રા સામે કોંગ્રેસના નિતાબેન મનજીભાઈ રાઠોડ, મોહનભાઈ હરીભાઈ દરજી લડશે. વોર્ડ નંબર બેમાં ભાજપના બંસરીબેન ચીરાગભાઈ સોની સામે કોંગ્રેસના નિતાબેન મનજીભાઈ મેઘવાળ, વોર્ડ નંબર ૩માં ભાજપના ચંદ્રેશ ખીમજી રાવરીયા અને પેથાભાઈ વસ્તાભાઈ રાઠોડ સામે કોંગ્રેસના મનજીભાઈ રવાભાઈ મેઘવાળ , વોર્ડ નંબર ૬માં કોંગ્રેસના ઈકબાલ સીકંદર શેખ, મોહનભાઈ હરીભાઈ દરજી અને ભાજપના કાસમ હાજી ઘાંચી, પ્રવિણ દાન ભીખુદાન ગઢવી સામે જગ ખેલાશે. વોર્ડ નંબર ૪ વોર્ડ પાંચ અને વોર્ડ ૭ના ભાજપના ઉમેદવારો બીન હરીફ થયા છે. તો વોર્ડ ૧માં બે, વોર્ડ બેમાં બે ઉમેદવારો બીન હરીફ થયા છે.
પ્રાંત કચેરીના મધ્યસ્થ ખંડમાં વિજેતા ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. વોર્ડ બેમાં રમેશ વીરજી ચૌહાણ વોર્ડ-૩માં વેજીબેન મેઘાભાઈ કોલી, અને રાધાબેન પંકજકુમાર કારીયા બીન હરીફ થયા હતાં. વોર્ડ ૪માં ભાજપના જીગીશા અમીત દરજી, રક્ષાબેન પરેશ ઠક્કર, રાજેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિજયસિંહ મેઘરાજસિંહ ઝાલા , વોર્ડ પાંચમારૂ જુલેખાબેન દાઉદ કુરેશી, ભારતીબેન ભાવેશ ભાઈ પ્રજાપતિ, જશાભા શિવદાનભા ગઢવી, સેલામીશા ભચલશા શેખ ,વોર્ડ ૬માં રરસ્વતીબેન મુળજીભાઈ પ્રજાપતિ, કોકીલાબેન વિનોદભાઈ દોશી વોર્ડ ૭માં કલ્પનાબેન ચેતનભાઈ અમરશીબેન કોલી દેવશીભાઈ સમાભાઈ રબારી, રમઝુભાઈ ઈશા કુંભાર બીન હરીફ થયા હતાં.