ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં વધુ ૪૦ દબાણકરોને નોટિસ ફટકારવામાં આવી છે. બે દિવસ દરમિયાન કુલ ૧૦૦ લોકોને સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
ગાંધીધામની મુખ્ય બજારમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે અને તેને ખાળવા માટે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ચાવલા ચોકમાં રિક્ષા સ્ટેન્ડની પાસેના માર્ગ ઉપર પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની છે, તેનાં કારણે જ અહીં થયેલાં દબાણોને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. અહીં મોટા પાયે સરકારી રસ્તાઓ દબાવીને દબાણો કરવામાં આવ્યાં છે. બે માળની બિલ્ડિંગો, મકાનો, દુકાનો ઊભી કરી લેવામાં આવી છે, તો અમુક જગ્યાએ નાની ઓરડીઓ બનાવીને ભાડે અપાઈ રહી છે. રસ્તાઓ દબાવીને દબાણકારો વ્યવસાય કરી રહ્યા છે. તંત્ર હવે અહીં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા માટે સક્રિય થયું છે.