ગાંધીધામ ટુડે, ન્યૂઝ :સનાતન હિંદુ સમાજ ગાંધીધામ વિસ્તાર દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવને ખૂબ ધામધૂમથી ઉત્સાહિત માહોલ મા ઉજવવામાં આવ્યો હતો.
ભગવાન ની શોભાયાત્રા રૂપે ઝાંખીઓથી સુશોભિત વિવિધ રથો એ અનેરું ધાર્મિક,આધ્યત્મિક વાતાવરણ ઉભુ કર્યું હતુ,ભારતનગર આશાપુરા માતજીના ના મંદિર થી ગાંધીધામ ના મુખ્ય માર્ગો એ નગરભ્રમણ માટે નીકળેલી શોભાયાત્રામા નંદી સવારી શિવ ની ઝાંખી અને શિવ તાંડવે ખૂબ આધ્યાત્મિક વાતાવરણ બનાવ્યું હતું,અનેક જગ્યાએ શોભાયાત્રાનું ભવ્ય સન્માન, સ્વાગત કરવામાં આવ્યું હતું.નગર ના બધાજ સમાજ ના અગ્રણી ઓ શોભાયાત્રા મા ઉપસ્થિત રહ્યા હતા.સામાજિક સેવાકીય સંસ્થાઓ એ ઠંડા પાણી અને શરબતની સેવા આપી હતી.કર્તવ્ય ટીમ ગાંધીધામ દ્વારા વિવિધ ઝાંખીઓ મા પર્યાવરણ અને અંગદાન જાગૃતિના બેનર લગાડવામાં આવ્યા હતા.લીલાશાહ શિવ મંદિર પરિસર મા મહાપ્રસાદ સાથે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.


Add a comment