ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના કિડાણામાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા યોગેશ્વરનગર સાર્વજનિક પ્લોટ અને યોગેશ્વરનગરમાં આવેલ પાણીનાં ટાંકા પાસે રસ્તા પૈકીની જમીન ઉપરનું દબાણ તોડી પાડવામાં આવ્યુ હતુ. તેમજ સેવન સ્કાય સોસાયટી કિડાણા રોડવીર્થમાં રસ્તા પૈકીની સાર્વજનિક જમીન પર કરવામાં આવેલા દબાણો દુર કરાયા હતા.

આરોપી કિડાણાના સુલતાન ગની છુછીયા વિરુધ્ધ મિલ્કત સબંધી તેમજ વ્યાજખોરીના ગુનાઓ નોંધાયેલ છે. આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે કિડાણા સેવન સ્કાય સોસાયટીના આગળના ભાગે ગેરકાયદેસર રીતે ૧૦ દુકાનોનુ પાકુ બાંધકામ કરી તેની અંદર સર્વિસ સ્ટેશન સહીત બનાવી સરકારી પ્લોટમાં ૧૦ x ૧૦ ની ૧૦ દુકાનો જે ૧૦૦૦ ચોરસ ફુટના ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરેલ હતો.

આરોપી વસીમ હાજી આમદ સોઢા રહે-કિડાણા તા-ગાંધીધામવાળા ઉપર મારામારીના શરીર સબંધી ભારે ગુનાઓ તેમજ ખુનની કોશીશના ગુનાઓ નોંધાયેલ છે. તેણે પોતાના આર્થીક ફાયદા માટે મોજે કિડાણા યોગેશ્વર સોસાયટી પોતાના ઘરની સામે જાહેર અવર જવર વાળા રસ્તા પાસે (પ્લોટ નંબર-૮૩,૮૪ ની સામે તેમજ પાણીના ટાંકા પાસે કોમન પ્લોટ ઉપર) ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો તેમજ પોતાના ઘરની આગળ પાર્કિંગના ઉપયોગ માટે બનાવેલ પતરાનો સેડ તેમજ સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દુકાનોનુ પાકુ બાંધકામ કરી સરકારી જમીનમાં ૧૦૦૦ ચોરસ ફુટ જેટલુ ગેરકાયદેસર રીતે દબાણ કરી કબ્જો કરેલ હતો.

તો આરોપી ઇકબાલ હાજીઆમદ સોઢા રહે-કિડાણા તા-ગાંધીધામવાળા વિરુદ્ધ મારામારીના શરીર સબંધી તેમજ મિલકત સબંધી ગુનાઓ નોંધાયેલ છે. તેણે પોતાની સુખ સાયબી માટે પોતાના મકાનની બાજુમાં રહેલ સરકારી પ્લોટ( પ્લોટ નંબર-૩૫૮ યોગેશ્વરનગર કિડાણા)માં 20 x 50 = 1000 ચોરસ ફુટના ચાર પ્લોટમાં ગેરકાયદેસર દિવાલ બનાવી કરેલ દબાણ 4000 ચોરસ ફુટ જેટલો ગેરકાયદેસર કબ્જો કરેલ હતો. જે તમામ ગેરકાયદે બાંધકામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.

