ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ દેશભરમાં કરોડો લોકોએ વપરાતી યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) વ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ બદલાવની તૈયારી ચાલી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા મર્ચેન્ટ પેમેન્ટ્સ (P2M) માટેની ટ્રાન્ઝેક્શન લિમિટમાં વધારો કરવાની શક્યતા છે.
હાલની સ્થિતિમાં, વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન્સ માટે UPI પેમેન્ટ્સની લિમિટ ₹1 લાખ છે, જ્યારે કેટલીક કેટેગરી માટે ₹2 લાખ સુધીની છૂટ આપવામાં આવે છે. પરંતુ હવે મેડિકલ, એજ્યુકેશન, ટિકિટ બુકિંગ, હોટેલ અને ટ્રાવેલ જેવી કેટેગરીઝમાં પેમેન્ટ લિમિટ ₹5 લાખ સુધી વધી શકે છે.
RBI અને NPCI વચ્ચે ચાલતી બેઠકમાં આ નિર્ણય માટે અંતિમ ચર્ચા ચાલી રહી છે. જો આ પગલું લાગુ પડશે તો મર્ચેન્ટ પેમેન્ટમાં વધુ સરળતા આવશે અને ખાસ કરીને હાઇ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ માટે ગ્રાહકોને ટૂંક સમયમાં વધુ ફાયદો મળશે.
આ બદલાવ UPIનું દૈનિક વપરાશ વધારવા અને ડિજિટલ ઈકોનોમીને મજબૂત બનાવવા માટેનો એક મોટો પગલાં ગણાઈ રહ્યો છે.