ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ પૂર્વ કચ્છ જિલ્લામાં ચાર પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી.જી. પટેલને હવે ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, ગાંધીધામના એમ.સી. વાળા હવે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે.

સાયબર ક્રાઈમમાં રહેલા એ.એ. જાડેજાની ભચાઉ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે, અને ત્યાં ફરજ બજાવતા એસ.ડી. સિસોડીયા હવે ગાંધીધામ AHTU ખાતે પોતાના કર્તવ્યો નિભાવશે. આ બદલીઓ જાહેર હિત માટે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા અમલમાં મુકાઈ છે.