ગાંધીધામ ટુડે ન્યૂઝ: હાલમાં દેશના અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમી અનુભવાઈ રહી છે ત્યારે, ખાનગી હવામાન એજન્સીએ ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. વર્ષ 2025નું ચોમાસું સામાન્ય કરતાં લગભગ 3 ટકા વધુ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને જુન મહિનાથી વરસાદની શરૂઆત થઈ શકે છે.
એજન્સીના જણાવ્યા મુજબ, લા લીનોની પરિસ્થિતિમાં સુધારાથી ચોમાસાની ગતિવિધિ યથાવત રહેશે. આ વર્ષે દેશભરમાં સરેરાશ 103 ટકા વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે.
વિશિષ્ટ વિસ્તારો માટે આગાહી:
કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા: જૂનમાં વધુ વરસાદ
પશ્ચિમ ભારત: જુલાઈમાં અતિભારે વરસાદ
મધ્ય અને પૂર્વીય રાજ્ય: ઑગસ્ટમાં સામાન્ય કરતાં વધુ વરસાદ
મધ્ય અને પશ્ચિમ ભારત: સપ્ટેમ્બરમાં ભારે વરસાદ
દક્ષિણ ગુજરાત, તમિલનાડુ, આંધ્રપ્રદેશ: ઓછો વરસાદ
અંદાજિત વરસાદ:
જૂન: 6.5 ઇંચ (96%)
જુલાઈ: 11 ઇંચ (102%)
ઑગસ્ટ: 10 ઇંચ (108%)
સપ્ટેમ્બર: 6.6 ઇંચ (104%)
ગુજરાત માટે તાજી આગાહી:
હવામાન વિભાગ મુજબ, 10 એપ્રિલ 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં હીટવેવ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ, 15 એપ્રિલ સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેશે એવી શક્યતા છે, જે લોકો માટે થોડી રાહતરૂપ બની શકે છે.