ટ્રમ્પે ચીન પર ઝીંક્યો 125 ટકા ટેરિફ, 75થી વધુ દેશોને આપી 90 દિવસની ટેરિફમાં છૂટ

ટ્રમ્પે ચીન પર ઝીંક્યો 125 ટકા ટેરિફ, 75થી વધુ દેશોને આપી 90 દિવસની ટેરિફમાં છૂટ ટ્રમ્પે ચીન પર ઝીંક્યો 125 ટકા ટેરિફ, 75થી વધુ દેશોને આપી 90 દિવસની ટેરિફમાં છૂટ
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર હવે ચમરસીમા પર પહોંચી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનના સામાન પર 125 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે ચીન વિરૂદ્ધ ટેરિફ વોરમાં નવી મિસાઈલ છોડી છે. તેમણે ચીનથી આયાત થતી વસ્તુઓ પર તાત્કાલિક અસરથી 125 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે કહ્યું છે કે, ‘આ નિર્ણય ચીન દ્વારા વૈશ્વિક બજારો પ્રત્યે બતાવવામાં આવેલા અનાદરના કારણે લેવાયો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર લખ્યું છે કે, ચીનને એ સમજવું પડશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂટવાનો દોર હવે વધુ નહીં ચાલે.’

Advertisements
Advertisements

ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના 75થી વધુ દેશો માટે 90 દિવસોની ટેરિફમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. તેમના અનુસાર, આ દેશોએ અમેરિકન વાણિજ્ય વિભાગ, ટ્રેજરી અને USTR સાથે વ્યાપાર અને મુદ્રા હેરફેર જેવા મુદ્દાઓ પર વાતચીત શરૂ કરી છે. આ દેશો સાથે વ્યાપાર પર આગામી 90 દેશો સુધી માત્ર 10 ટકાનો રેસિપ્રોકલ ટેરિફ લગાવાશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment