ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. શહેરમાં વસતા જૈન સમાજના વિવિધ સંઘો, ફિરકા અને મંડળોના સંયુક્ત ઉપક્રમે જન્મ કલ્યાણક દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

આજના શુભ દિવસે વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં મુખ્ય રથમાં ભગવાન મહાવીરની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો, સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે વિવિધ સંગઠનો દ્વારા વચ્ચે ઠંડા પીણા સહિતના સ્ટોલ પણ લગાવાયા હતા.



