પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેઈલ મળતાં દોડધામ

પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેઈલ મળતાં દોડધામ પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેઈલ મળતાં દોડધામ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઇમેઇલ મળતાં હડકંપ મચી ગયો છે. ઇમેઇલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે અને અધિકારીઓ તથા કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે, કચેરીના આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે. બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *